આજરોજ ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિમાં રોષ જોવા મળ્યો હતો, કોંગ્રેસી મહિલાઓ દ્વારા વધતાં જતાં પેટ્રોલ ડિઝલના ભાવ, વધતાં જતાં રસોઈ ગેસ સહિત ઈંધણના ભાવ અને હવે વધતા જતાં દૂધના ભાવ સામે પાંચબત્તી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન વ્યકત કર્યો હતો.
ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતાં જતાં ભાવને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, ભાવ તો વધી રહ્યા છે પરંતુ તેની સામે લોકોનું વળતર વધી રહ્યું નથી જેને કારણે ભુખા રહેવાનો અને ગરીબ વર્ગના લોકોને રડવાનો વારો આવ્યો છે જેથી ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ મોદી સરકારની હાય હાય બોલાવીને પોલીસને આગળ કરતાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
પાંચબત્તી સર્કલ પર ચક્કાજામ કરીને મહિલાઓએ ચૂલા પર ઉકાળો બનાવીને વિરોધ પ્રદર્શન જતાવ્યો હતો.
વધતાં જતાં પેટ્રોલ-ડિઝલ અને ગેસના બોટલના ભાવ સામે હવે દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, આવો તે વળી કેવો વિકાસ, લોકોને રસ્તા પર લાવી દીધા અને રડતાં કરી દીધા.. અગાઉ ગરીબ વર્ગની મહિલાઓને સબસિડી અર્થે રાંધણ ગેસ આપવામાં આવ્યા હતા તેની સામે હવે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
દૂધની ડેરીઓમાં દૂધના સપ્લાય અને ટ્રાન્સપોટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને કારણે 2 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ઘર ખર્ચ ચલાવવું ઘણું મુશ્કેલ બનતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ આક્રોશમાં આવી હતી, બનાવની જ્ગ્યા પર પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
રિધ્ધી પંચાલ , ભરૂચ