ભરૂચની ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા દર વર્ષે પોલીસ તંત્રમાં હોમગાર્ડના બીટીઇટીના જવાનોની શારીરિક તથા માનસિક રીતે તંદુરસ્તી વધે તે માટે ભરૂચ જીલ્લા પોલીસ અને બીટીઇટી દ્વારા એથલેટિક મીટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તારીખ ૨૨-૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ દરમ્યાન એથ્લેટિક મિટ તથા હાફ મેરેથન નું આયોજન કરવામાં આવે છે. જેની વિગતો જોતા એથ્લેટિક મિટનું ઉદઘાટન તારીખ ૨૨ ફેબ્રુઆરીનાં રોજ સવારે ૯:૩૦ કલાકે પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ અભય ચુડાસમાના હસ્તે કરવામાં આવશે . આ મિટ તા. ૨૪-૦૨-૧૮ સુધી રમાડવામાં આવશે જેમાં એથ્લેટિક ઇવેન્ટ જેવી કે ૧૦૦ મીટર, ૪૦૦ મીટર, 100X100, 400×400 દોડ લોંગ જંપ, હાઈ જંપ, ચક્ર ફેક વગેરે રમતોમાં ફક્ત ભરૂચ જીલ્લા પોલીસ તથા હોમગાર્ડના જવાનો ભાગ લેશે જ્યારે કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ તથા વોલીબોલની સ્પર્ધામાં આમંત્રિત જાહેર જનતા ભાગ લઇ શકશે. તમામ ને મેડલ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. ત્રણ દિવસ દરમ્યાન ૬૦૦-૭૦૦ રમતવીરો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે.
એથ્લેટિક મીટનું સંચાલન કરવા જીલ્લા રમત ગમત અધિકારી તરફથી રેફરીની સુવિધા પ્રાપ્ત થશે ભરૂચ ટ્રાફિક એશોસિયેશન ટ્રસ્ટ તથા ભરૂચ જીલ્લા પોલીસનાં સંયુક્ત ઉપક્રમે ભરૂચ હાફ મેરેથન ૨૦૧૮નુ આયોજન કરવામાં આવેલ છે. જેનું ફ્લેગ ઓફ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરશિંહ પટેલ(સહકાર તથા રમતગમત) કક્ષા. તેઓ તા.૨૫-૦૨-૧૮ નાં સવારે ૬:૩૦ કલાકે દૂધધારા ડેરી ખાતે થી ભરૂચ હાફ મેરેથન ૨૦૧૮ ની શરૂઆત કરાવશે આ મેરેથન દોડમાં ભરૂચ જીલ્લાના તથા અન્ય જીલ્લાઓમાં આશરે ૨૦૦૦ થી ૩૦૦૦ જેટલા દોડવીરો ભાગ લે તેવું આયોજન કરવામાં આવનાર છે.
મેરેથન દોડ માં ૨૧.૧ કી.મી(હાફ મેરેથન) ૧૦ કી.મી નાં દોડવીરોને કેટેગરી વાઈસ ઇનામ આપવામાં આવશે. ૨૧.૧ કિમી (હાફ મેરેથન ) ૧૦ કી.મી દોડ પૂર્ણ કરનાર તમામ દોડવીરોને મેડલ તથા સન્માન કરવામાં આવશે.
દોડવીરોને ટી-શર્ટ તથા દોડ દરમ્યાન પીવાનું પાણી અને મેડીકલ ફેસેલિટી ઉપલબ્ધ કરવામાં આવશે. ભરૂચ એથ્લેટિક મીટનું આયોજન ઓ.એન.જી.સી, અંકલેશ્વર એસેટ, ઓપેલ દહેજ, રિલાયંસ દહેજ, બીઇઆઇએલ જીએનએફ્સી, જીજેઆઇએલ બિરલા, આઇઓસીએલનાં સહભાગીદારીથી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ભરૂચ જીલ્લાની વિવિધ તમામમાં સહભાગી થશે.
ભરૂચ મિટ નું ફોર્મનું વિતરણ રોટરી કલબ ખાતે સહારો કરનાર છે હેલ્પલાઈન નંબર ૯૯૭૮૬૮૪૭૭૮ સવારે ૧૦ કલાક થી સાંજના ૭ કાલાક સુધી ઉપલબ્ધ કરવામાં આવના છે. આ ઉપરાંત મેરેથોનને લગતી સંપૂર્ણ માહિતી www.bharuchmarathon.in નામની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એમ ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદીપ સિંહે ભરૂચ નગર ની રોટરી કલબ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું અને વિસ્તૃત માહિતી આપી હતી.