Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદમાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

Share

આમોદમાં આવેલી સ્વામિનારાયણ નારાયણ સ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ પ્રખર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ખાતે આવેલ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ભગવાન રામની પ્રતિમાને દીપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ ભરૂચ, જંબુસરથી પધારેલા બજરંગ દળના કાર્યકારોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી સેવાની સુંવાસ ફેલાવી હતી. આ પ્રસંગે નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી રક્તદાન કરવા લોકોને અપીલ કરી આશીર્વચન આપ્યા હતા.

રક્તદાન માટે સયાજી હોસ્પિટલ વડોદરાના તબીબ વર્ગે સેવા આપી હતી. રક્તદાન કેમ્પમાં ભાજપના યુવા મોરચાના યુવાનો, મહિલા મોરચાની બહેનો તેમજ તાલુકામાંથી પધારેલા યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કેતન પટેલ, મોન્ટુ કંસારા, બાબુ માછી વગેરે કાર્યકરોએ સેવા આપી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી સખિદા કોલેજ ખાતે સર્જિકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ : પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન REAUCTION શરૂ કરાયું.

ProudOfGujarat

નર્મદા નદીમાં ઝાડી ઝાંખરા નાંખી કરાતી માછીમારીનો વિરોધ અન્ય માછીમારોની જાળને નુકશાન થતું હોવાની ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!