નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ-અંકલેશ્વર રોડ અને નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય ‘નર્મદા મૈયા પુલ’ તેમજ એલિવેટેડ કોરીડોર’ના લોકાર્પણ કર્યું હતું, આ કાર્યક્રમ બાદ તેમણે અરુણસિંહ રણા અને દુષ્યંતભાઈ પટેલની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ ૪(ચાર) એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપી હતી.
ભરૂચ શહેર અને જિલ્લાની જનતાની આરોગ્ય સેવા માટે આ એમ્બ્યુલન્સ ઉપયોગી બની રહેશે. નીતિનભાઈ પટેલે ભરૂચ શહેરના આધુનિક રીતે તૈયાર થયેલ માતરીયા તળાવની મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ માતરીયા તળાવના બગીચામાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઇ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, જનકભાઈ બગદાણાવાળા સહિત અધિકારીઓ, નગરપાલિકાના સદસ્યો, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ શહેરના માતરીયા તળાવની મુલાકાત લીધા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
Advertisement