Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ કેબલ બ્રિજ નીચેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.

Share

ગતરોજ સાંજના સમયે ભરૂચ નર્મદા નદી પરના કેબલ બ્રિજ નીચેથી 2 થી 3 દિવસ અગાઉ જ જન્મેલ બાળકીનો બેહાલ અવસ્થામાં મૃતદેહ મળી આવતા ભરૂચ સી ડિવિઝને તપાસ શરૂ કરી હતી.

ભરૂચ નર્મદા નદી પરના કેબલ બ્રિજ પર ઘણા લોકો ફરવા હરવા આવતા હોય છે તે દરમિયાન બે વ્યક્તિને એક બાળકી મૃત અવસ્થામાં મળી આવી હતી, બાળકી લગભગ તાજેતરમાં જ જન્મી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું હતું. બાળકીને ગંભીર અવસ્થામાં જોતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેના માતા પિતા કોન છે ? બાળકીની આવી હાલત કોણે કરી..? તેવા અનેક સવાલો ઉભા થતા ચકચાર મચી જવા પામ્યો હતો.

Advertisement

ગંભીર અવસ્થામાં બાળકીને જોઈને આસપાસ ઉભેલા લોકોએ તરત જ ભરૂચ સી ડિવિઝને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો પોલીસે તરત જ બાળકીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને તેના માતા પિતાની શોધખોળ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત : ચારને ગંભીર ઈજાઓ પહોચી

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટેન્કર સળગવાની ઘટનામાં ઘેરુ બનતુ રહસ્ય.

ProudOfGujarat

ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’ શરૂ થશે વડોદરામાં, દરેક વસ્તુ મળશે માત્ર 10 રૂપિયામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!