ભરૂચ શહેરમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરમાં બપોર અને સાંજના સમયે ધીમે ધીમે વરસાદઃ વર્ષેએ રહ્યો હતો . વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત અનુભવી હતી. જોકે, વરસાદ પડ્યાં પહેલા દિવસ દરમિયાન ભારે બફારાનો અનુભવ લોકોએ કર્યો હતો અને સાંજના લગભગ 8 વાગ્યાનો સમયાંતરે મેધારાજા મન મૂકીને વરસ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા 12મી પછી એટલે કે જગાન્નાથ મંદિર ની યાત્રા નીકળ્યા બાદ વરસાદની આગાહી જણાવી હતી.
અષાઢી બીજના દિવસે આજે સવારથી જ આખો દિવસ ઉકળાટ રહ્યો હતો. જેને પગલે શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા. જોકે, સાંજના સમય બાદ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે લોકોએ ગરમીથી રાહત થઇ હતી.
ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ મન મૂકીને પધામણ કરતા પ્રજાને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોના પાકને જીવતદાન મળતા હરખની હેલી જોવા મળી રહી છે.