Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ – અંકલેશ્વરના લોકોને રાહત : ₹ 430 કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય નર્મદા મૈયા પુલનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.

Share

ભરૂચ – અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર ₹ 430 કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોરના લોકાર્પણ તથા અન્ય વિવિધ ₹ 222 કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાના કામોનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આજરોજ બપોરે 2.30 કલાકે કે.જે. પોલીટેકનીક કોલેજ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું.

નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર ચાર માર્ગીય પુલની લંબાઇ 1462 મીટર તથા 20.80 મીટર પહોળાઇ છે. એપ્રોચની લંબાઇ 2131 મીટર, એલિવેટેડ કોરીડરની લંબાઇ 1407 મીટર અને પહોળાઈ 17.20 મીટર છે.

આજરોજ નર્મદા મૈયા ઉદ્ધાટન સમારોહમાં માનનીય નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના વરદહસ્તે રીબીન કાપી અને નારિયેળ ફોડીને દીપ પ્રાગટય કરીને લોકાર્પણ કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત વચ્ચે સફળ બનાવાયો હતો,

સમગ્ર કાર્યકર્તાઓ દ્વારા કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું અને દરેક આગેવાનોએ માસ્ક ફરજિયાતપણે પહેરીને કાર્યક્રમને પાર પાડયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોની બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે કરવામાં આવી હતી સાથે વર્ષો જૂના ગોલ્ડન બ્રિજને આજથી બંધ કરી દેવામાં આવશે અને નર્મદા મૈયા બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે જેથી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યાઓમાંથી છુટકારો મળશે.

કાશી બાદની ભારતની 8000 વર્ષ પ્રાચીન બીજી ભરૂચ નગરીની ઓળખ વેપારી બંદર તરીકે વિશ્વભરમાં હતી. નર્મદા કાંઠે પાઘડી આકરે વસેલા ભરૂચ અને સામે પાર અંકલેશ્વર નગરી વચ્ચે 150 વર્ષ પહેલાં લાકડાનો પુલ હતો જે બાદ બ્રિટિશ શાસનમાં ગોલ્ડનબ્રિજ અસ્તિત્વમાં આવ્યો હતો. ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજને નિર્માણ કરવામાં કોન્ટ્રકટરે પણ 70 મહિનાનો સમય લીધો છે.

આજે ₹ 430 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજ બંને શહેરના 7.68 લાખ લોકો અને 20000 થી ઉપરાંતના દૈનિક વાહન ચાલકોને રફતાર આપવા તૈયાર થઈ ગયો છે.
લાકડાનાં પુલ પરથી સમય અને જરૂરિયાત સાથે વસ્તી તેમજ વાહનોને લઈ નર્મદા નદી ઉપર કાળક્રમે સુવર્ણ, સિલ્વર, જૂનો-નવો સરદાર બ્રિજ અને કેબલબ્રિજ બાદ 143 વર્ષમાં આ 7 મો બ્રિજ પોતાની સફર અને વાહનચાલકોને સેવા આપવા કાર્યરત થવા જઈ રહ્યો છે. આ ફોરલેન બ્રિજ માટે ભરૂચના MLA દુષ્યંત પટેલે વર્ષોથી પ્રયાસો કર્યા હતા. ફોરલેન બ્રિજ ઉપર હવે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડી શકતા ટ્રાફિક સમસ્યામાંથી લોકોને છુટકારો મળવા સાથે સમય, ઇંધણ અને ટોલ ટેક્સમાંથી પણ મુક્તિ મળશે.

રિધ્ધી પંચાલ, ભરુચ.

Advertisement

Share

Related posts

ક્રિકેટ ક્રેઝ – અંકલેશ્વરના દીવી ગ્રાઉન્ડ પર પારખેતની ટીમનો ભવ્ય વિજય, યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયું ટ્રોફી વિતરણ

ProudOfGujarat

ભરૂચ સદવિદ્યા મંડળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પત્રકાર દિનેશ અડવાણી પર અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો થતાં કોંગી આગેવાનો સી ડિવિઝનની મુલાકાતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!