આજરોજ ભરૂચની નંદેલાવ પાસે આવેલ આશ્રય સોસાયટીમાંથી છેલ્લા 7 વર્ષોથી ઉડીયા સમાજ દ્વારા અને જગન્નાથ સેવા સમીતી ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની પુજા અર્ચના કરી અને મંદિર પરિસરમાં જ સાદગી પૂર્વક કોરોના ગાઈડલાઇનનું પાલન કરીને રથયાત્રા કાઢવામાં આવી હતી.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શનિવારે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોનાને લીધે પરિસરમાં જ રથ ફરશે. જેથી તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી.
કોરોના મહામારીની ત્રીજી લહેરને આમંત્રણ ન મળી રહે તે તમામ આયોજકોએ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હોવાથી તમામ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઇ હતી. ભરૂચ જિલ્લાના અલગ અલગ 5 વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી હતી. પરંપરાગત રીતે ભગવાનનનાં પૂજન અર્ચન કર્યા બાદ મંદિર પરિસરમાં યાત્રા ફેરવી અને ઉજવણીની સંપન્ન કરવામાં આવી હતી સાથે રથ યાત્રાના અગ્રણી દ્વારા લોકોને દર્શનનો લાભ મળી રહે તે માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને સાંજના સાત વાગ્યા સુધી રથ પર મૂકવામાં આવશે ત્યારબાદ સંધ્યા આરતી કર્યા પછી મદિરના પરિસરમાં મૂર્તિઓને મૂકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
કોરોના ગાઈડલાઇન અંતર્ગત માસ્ક પહેરવું અને સેનેટાઇઝ કરવું ફરજિયાપણે કહેવામાં આવ્યું હતું અને કોઈ વ્યક્તિ કોરોનાગ્રસ્ત જણાશે તો તે માટે 108 ની સુવિધાઓ પણ કરવામાં આવી હતી. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરુચ