આજરોજ તા.12/07/21 ના રોજ અંકલેશ્વર-ભરૂચ નર્મદા બ્રિજનું લોકાર્પણમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે કરવામાં આવી રહ્યું છે તે માટે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
હાલ કોરોના મહામારી દરમિયાન કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા જેના અનુસંધાને કોરોનાલક્ષી ગાઈડલાઈનો લાદવામાં આવી હતી જેને લઈને આજરોજ યોજાઇ રહેલા નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ દળ અને સરકારી આગેવાનો હાજર રહેવાના છે અને સામે ભરૂચ અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારના લોકોને સમારોહ દરમિયાન હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આપ પાર્ટી દ્વ્રારા સરકારને કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ લોકોને આમંત્રણ નથી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ભરૂચ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરવા માટે ડેપ્યુટી સીએમ ભરૂચ આવી શકે તો કોરોના જેવી ગંભીર મહામારીમાં કેમ નહીં તેવા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
જેમાં આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શનની તૈયારી કરનાર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયરાજસિંહ રાજ, પ્રભારી કે.પી. શર્મા અને પ્રદેશ મહામંત્રી પરેશ જોગરાનીની ભરૂચ પોલીસે અટકાયત કરી હતી. સમારોહની સામે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓની પોલીસ દળ દ્વારા અટકાયત કરીને ધરપકડ કરવામાં આવી હતી.
મુકેશ વસાવા, અંકલેશ્વર