ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શનિવારે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોનાને લીધે પરિસરમાં જ રથ ફરશે. જેથી તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.
કોરોના મહામારીની ત્રીજી લહેરને આમંત્રણ ન મળી રહે તે તમામ આયોજકોએ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હોવાથી તમામ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે.
ભરૂચ જિલ્લાના અલગ અલગ 5 વિસ્તારો ફુરજા વિસ્તારમાંથી, ઉકલીયા એસોશિએશન દ્વારા, અંકલેશ્વર વિસ્તારમાંથી, આમોદ ખાતેથી અને કસક ખાતેથી નીકળનાર યાત્રા મદિર પરિસરમાં જ રથયાત્રા કાઢશે સાથે આજરોજ અષાઢી બીજના દિવસે ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ થવાને કારણે જીલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની ફુરજા વિસ્તારમાં રથયાત્રા કોરોના મહામારીને કારણે મંદિર પરિસરમાં જ નીકળી, ભગવાન જગન્નાથના ભક્તો દર્શનથી વંચિત રહ્યા.
શ્રદ્ધાળુઓને કંટ્રોલ કરવા માટે મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે. મંદિર પરિસરમાં જનાર શ્રદ્ધાળુઓ ઉપર પણ પોલીસનો જ કંટ્રોલ રહેશે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. ફુરજા વિસ્તારમાં આજરોજ વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાન જગન્નાથની પુજા આર્ચના કરીને મંદિરના પરીસરમાં જ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢશે. મંદિર પરિસરમાં જગન્નાથ ભગવાનના ભક્તો દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. “હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે ” ના નાદ સાથે ભાવિક ભક્તોએ ઉત્સાહભેર મંદિર પરિસરમાં રથ ખેંચવામાં જોડાયા હતા.
રિધ્ધી પંચાલ, ભરુચ