નર્મદા મૈયા બ્રિજ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભરૂચ જિલ્લામાં આવકારવા માટે પ્રજાજનોને ખુલાસો કરવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ આપીલ કરી હતી.
આગામી તા. 15/12/15 થી 30 મહિના અંતર્ગત નર્મદા મૈયા બ્રિજનું કામ પૂર્ણ કરવાનું હતું જેમાં વિલંબ કરીને કામ 70 મહિનામાં પૂર્ણ કર્યું હતું,તેના માટે જવાબદાર કોણ? કામમાં વિલંબ થવાને કારણે પ્રોજેક્ટ કોસ્ટમાં પણ જંગી વધારો થયો છે. ભાજપના સ્થાનિક આગેવાનો અને આર એન્ડ બીના કાર્યપાલ ઈજનેર બ્રિજને વિસ્તૃત કરવા વર્ક ઓર્ડર કોઈ પણ જાતના ટેન્ડર વગર 2019માં અપાયો હતો અને તે સમયગાળા દરમિયાન ટ્રાફિકની ઘણી સમસ્યા વધી ગઈ હતી.
જેમાં ગત 20 દિવસ અગાઉ યુવા કોંગ્રેસ દ્વારા વધતા ટ્રાફિક સામે નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકવા માટે અલ્ટીમેટ આપ્યા બાદ જો લોકાર્પણ કરવું જ હોત તો ઈ -લોકાર્પણ કરી શકતે? શા કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે.
કોરોના મહામારી દરમિયાન અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, કોરોના ની બીજી લહેર ઘણી કપરી રહી હતી ત્યારે સરકાર દ્વારા જ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઇ રહ્યો દેખાઈ રહ્યું છે જનતાના સામાજિક પ્રસંગો પર રોક લગાવીને અમુક મુદ્દતના વ્યક્તિઓ રાખવામાં આવ્યા છે સામે સરકારી કાર્યક્રમો માટે કોઈ મર્યાદા રાખવામાં આવી નથી, રાજકીય કાર્યક્રમો બાદ કોરોના મહામારી ની ત્રીજી લહેર વચ્ચે પ્રજાની તિજોરીના જોરે સરકારની વહાવી કરવાનો લોકાર્પણ પ્રસંગ કોરોનાની બીજી લહેરનું પુનરાવર્તન ન થાય તે આશા સાથે ગતિશીલ સરકારમાં બ્રિજને પ્રજાની સેવામા મુકવામાં વિલંબ ના સાચા કારણો રજૂ કરવા સંદીપ માંગરોલે આપીલ કરી હતી.