આજરોજ 2021 માં સૌ પ્રથમ વખત આખા રાષ્ટ્રમાં ભારત વર્ષમા લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે, અગાઉ જે વર્ષોમાં લોક અદાલત થઈ છે તે ઇ-માધ્યમથી થઈ હતી પરંતુ આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણ થયા પછી સૌ પ્રથમ વખત લોકો રૂબરૂમા આવીને તથા ઇ-માધ્યમથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં આશરે 1200 થી 1300 જેટલા પોસ્ટ લેટિકેશનના કેસો આ લોકઅદાલતમાં મૂકવામા આવ્યા છે, લોકો દ્વારા કોરોના ગાઈડલાઇન અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસ દળ તથા હોમ ગાર્ડની સેવાઓ મૂકવામાં આવી છે જેથી નિયમોનું ચુસ્તપણે પાલન થઈ શકે અને વકીલો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો જેથી લોકોને ન્યાય મળી રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Advertisement