Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગંદકીનું સ્વીમીંગ પુલ : લક્ષ્મીનગર વિસ્તારમાં પહેલા જ વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું : રહીશો દ્વારા તંત્ર પર અનેક આક્ષેપો લગાવાયા.

Share

ભરૂચ જીલ્લામાં અવારનવાર નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવવાના રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, તે જ રીતે એક જ પૂરજોશે વરસાદ પડયા બાદ ભરૂચ જિલ્લાના શેરપુરા વિસ્તાર પાસે આવેલ લક્ષ્મીનગર વિસ્તારમા ગંદકીનું સામ્રાજ્ય થતાં આસપાસના રહીશોએ તંત્ર પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

રહીશો દ્વારા મળતી માહિતી મુજબ લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ અહેમદ સોસાયટીમાં આવેલ મસ્જિદ જવાના મેઇન રસ્તા પર લગભગ રોજના 50-60 લોકો અવરજવર કરતા હોય છે ત્યારે એક વરસાદ ખાબકયા બાદ છેલ્લા 20 દિવસથી રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું, હેલ્થ અંગે તંત્ર સામે સવાલ કરવામાં આવ્યા હતા, ગંદુ પાણી છેલ્લા 20 દિવસથી ભરાઈ રહ્યું હોવાને કારણે હેલ્થને આડઅસર થઈ શકે છે.

તંત્ર દ્વારા વિસ્તારમાં ગટરલાઇનો બનાવવામાં આવી છે પરંતુ ગણતરીના 20 થી 25 જેટલા ઘરોને ગટરલાઇનથી વંચિત રાખવામાં આવ્યા છે. પરંતુ ઘણીવાર અરજી કરવા છતાં તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, જેથી રહીશો હેરાન પરેશાન થઈને તંત્રને વિનંતી કરીને કામગીરી વહેલીતકે પૂર્ણ કરવા જણાવી રહયા છે.

Advertisement

ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની સમસ્યા ઘણી વધી જવા પામી છે, મચ્છરોનો પણ ઉપદ્રવ ઘણો વધી રહ્યો છે જેથી જગ્યા પર આવીને તંત્ર નિરીક્ષણ કરે અને વહેલી તકે કામ પૂર્ણ કરે તેવી રહીશો માંગ કરી રહ્યા છે.

રિધ્ધી પંચાલ, ભરુચ.


Share

Related posts

ગોધરા : પાનમ જળાશયમાંથી સિંચાઈનું પાણી જીલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને આપવા એપીએમસી ચેરમેનની રજૂઆત.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત.

ProudOfGujarat

બામસેફ રાષ્ટ્રિય અધિવેશન વડોદરા ખાતે યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!