આગામી 12 મી જુલાઇ અષાઢી બીજના દિવસે ભરૂચ જીલ્લાની સૌથી મોટી ટ્રાફિકની સમસ્યાનો હવે અંત આવી રહ્યો છે, ભરૂચ અને અંકલેશ્વરને જોડતી નર્મદા નદી પર છેલ્લા 5 વર્ષથી બની રહેલા બ્રિજની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવા સમયમાં ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આગામી 12 જુલાઈના રોજ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરવાની જાહેરાત કરી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદહસ્તે લોકાર્પણ કાર્યક્રમ બપોરે બે કલાકે ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ ભોલાવ ખાતે યોજાશે. આગામી તા.12 મી જુલાઇના રોજ ઉદઘાટન થનાર નર્મદા મૈયા બ્રિજના કામને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આજરોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભાજપાના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આ બ્રિજ 400 કરોડના ખર્ચે તૈયાર થયો છે જેની લંબાઈ લગભગ બે કી.મી ની છે. બ્રિજની નીચેના ભાગમાં આવેલ ભરૂચ એન્ટરન્સનું સુશોભન કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ભરૂચ – અંકલેશ્વરને આ બ્રિજ બનવાથી ટવીન્સ સીટીનું સ્વ્પન આવનારા દિવસોમાં પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે, અને વિકાસ થશે. આજરોજ બ્રિજ નીચે બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.
છેલ્લા એક મહિના અગાઉ નર્મદા મૈયા બ્રિજને લઈને ઘણા વિવાદો ઉભા થયાં હતા, કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક પ્રકારની બ્રિજને ખુલ્લો મુકવા ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી સાથે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા વર્ષો જુના ગોલ્ડન બ્રિજ પર વાહનોનુ ભારણ વધી જતા ટ્રાફિકની સમસ્યાઓ ઘણી વિકટ બનતી હતી જેનો અંત આવશે.
રિધ્ધી પંચાલ, ભરુચ .
ભરૂચ-અંકલેશ્વર ટવીન્સ સિટીનું સ્વપ્ન આખરે થયું પૂર્ણ : આગામી તા.12 એ નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મૂકવા માટે કામગીરી પૂરજોરે શરૂ.
Advertisement