ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર પ્રોહિબિશન /જુગારની અસામાજીક પ્રવત્તિઓ ઘણી વધી રહી છે જીલ્લામાં ગેરકૃત કરનારાઓને પોલીસનો કોઈ ખોફ જ નથી તેમ બેફામ બનીને ગેરકૃત્યો કરી રહ્યા છે, સ્ટાફના માણસો સાથે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન મળેલ બાતમીને આધારે નેત્રંગ તરફથી એક સફેદ રંગનો ટેમ્પો નંબર MH 04 FJ 5218 ની ઉપર કાળા રંગની તાડપત્રી બાંધેલ અને પરાળના પૂણિયાની ઘાસડીઓ ભરેલ છે હતો તેની નીચે દારૂ સંતાડીને આરોપી તુલસીરામ S/O છોટેલાલ રામપ્રસાદ યાદવ ટેમ્પો લઈ વાલીયા તરફ આવી રહ્યો છે તેવી બાતમી મળતાની સાથે જ વાલીયા ચાર રસ્તા પર સદર ટેમ્પો પર વોચ રાખીને ટેમ્પા નંબર MH 04 FJ 5218 ના ચાલકને ભારતીય બનાવટના અલગ અલગ બોટલો તથા ટીન બીયરની કુલ 205 પેટી જેમાં નાની મોટી બીયર ટીન કુલ નંગ 5856 જેની કુલ કિંમત 8,73,600/- તથા અન્ય એક ટાટા કંપીનો ટેમ્પો નંબર – MH 04 FJ 5218 જેની કુલ કિંમત. રૂ.૪,૦૦,૦૦૦/- સહિત પરાળના પૂણિયાની ઘાસડીઓ નંગ-૨૨ જેની કુલ કિંમત. રૂ.૨૨,૦૦૦/- અને આરોપીને અંગ ઝડતીમાંથી રૂ.૫૦૦/- મળીને કુલ રૂ. 12,96,600/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.
ગતરોજ અને આજરોજ મળીને આમ વાલિયા અને ઝઘડિયામાંથી દારૂની રેલમછેલમાં પોલીસે 25,00,000/- ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરુચ