Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ભોલાવ જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટનાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ : ફાયર વિભાગ દોડતું થયું.

Share

આજરોજ વહેલી સવારે ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરપાલિકા તેમજ જી.એન.એફ.સી ફાયર વિભાગ દોડતું થયું હતું.

ભરૂચ જિલ્લાના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આજરોજ હોનારત સર્જાઈ હતી જેમાં એસોશિએટ રાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લાગવામાં આવ્યું હતું જેમાં દોડધામ મચી જવા પામી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ અને જી.એન.એફ.સી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

આગ ધીમે ધીમે વધતાંની સાથે ગોડાઉનમાં પડેલા પૂંઠાઓ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ જતાં ઘણું નુકશાન થવા પામ્યું હતું, ભરૂચ નગરપાલિકા અને જી.એન.એફ.સી ફાયર વિભાગે ઘટના સ્થળે પાણીનો મારો ચલાવતા ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવાયો હતો અને ઘટનાને પગલે કોઈને જાનહાનિ ન થતાં આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 વિદ્યાર્થીઓની ધરપકડ

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીના સિઝલિંગ દેખાવે ફરીથી ધ્યાન આકર્ષિત કર્યું

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાનમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!