સુરત જિલ્લાના માંગરોળ તાલકુાનાાં હથરુણ, તરસાડી, તથા અંક્લેશ્વર તાલકુાના ઉટીયાદારા ગામોનાા વિસ્તારોના અલગ અલગ સર્વે નંબરોની જમીનો ઉપર રેસીડન્સી મકાનો બનાવવાાં માટે (૧) કૈલાશ નગર (૨) ડિવાઇન વીલા (૩) ડિવાઇન રેસીડન્સી (૪) આરઝુ રેસિડન્સી જેવા અલગ અલગ પ્રોજેક્ટનાાં પ્લોટો પૈકી કુલ ૪૯ પ્લોટ ઉપર બેંક પાસેથી લોન મેળવવા પોતાના સગા વ્હાલા તથા ઓળખીતાને ખોટા ગ્રાહકો દર્શાવી બેંક લોન મેળવવા ખોટા ગ્રાહકોના નામે ખોટા દસ્તાવેજો બનાવી યુનિયન બેંક ઓફ ઇન્ડીયા ભરૂચ શાખામા રજુ કરી કુલ રૂપિયા ૭,૭૭,૮૯,૦૦૦/-(સાત કરોડ સિત્યોતેર લાખ નેવ્યાસી હજાર) ની લોન “ જે.વી. ડેવલોપર્સ ” દ્વારા લેવામાા આવી હતી.
જે લોન મેળવવા માટે બિલ્ડર્સ દ્વારા ખોટા નામે ખોટા દસ્તાવેજો, ખોટા સાટાખટ, ખોટા બાાંધકામ કરાર, ખોટા ઇન્કમ ટેક્ષ રીટર્ન, બેંકમાં રજુ કરી તાત્કાલિક મેનેજર સાથે સાંઠ ગાંઠ કરી કરોડોની લોન મંજૂર કરાવી બેંક સાથે ઠગાઇ કરી હતી.
જે બાબતે તારીખ ૨૪/૦૬/૨૦૨૧ નાં રોજ બેંક મેનેજર દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. એ ડીવીઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી પૂરાવાઓ એકઠા કરવા તેમજ આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરેલ હતી. આ કામના આરોપીઓએ કરેલ ગુનાની પધ્ધતીની ઝીણવટભરી તપાસ કરતા આ કામના મુખ્ય આરોપી બિલ્ડર વિજયભાઈ વિનુભાઇ ફીણવીયા નાઓએ આ કામનાાં અન્ય આરોપીઓ તત્કાલીન યુનિયન બેંકના મેનેજર જી.કે. વસાવા સાથે મળીને ગુનાહિત કાવતરાને અંજામ આપીને ઠગાઇ કરી બેંકમાંથી ખોટી રીતે લોન મેળવેલ હોવાનું સામે આવ્યુ હતું.
ઠગાઇ કરનારા મુખ્ય આરોપીઓ જે.વી.ડેવલોપેર્સના બિલ્ડર (૧) વિજયભાઈ વિનુભાઇ ફીણવીયા (૨) જયદીપ વિનુભાઇ ફીણવીયા નાઓને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા અને પકડાયેલ આરોપી વિજયભાઈ વિનુભાઇ ફીણવીયા ઝીણવટભરી પૂછપરછ કરતા સમગ્ર કૌભાાંડનો પર્દાફાશ થયો હતો.
પકડાયેલ આરોપીઓ :
(૧) વિજયભાઈ વિનુભાઇ ફીણવીયા
(૨) જયદીપ વિનુભાઇ ફીણવીયા બંને રહે, પટેલ પાર્ક સોસાયટી, વરાછા રોડ, સુરત
(૩) સુરેશભાઇ હિંમતભાઇ સુહાગીયા રહે, આનંદ પાર્ક હાઉસીંગ સોસાયટી, સરથાણા જકાત નાકા સામે, સુરત
(૪) જગદીશભાઇ બાલુભાઈ વકેરીયા રહે, શિવાજલી રો- હાઉસ,ગડકુરોડ, સુરત
(૫) હરેશભાઇ કાળુભાઇ વકેરીયા રહે,પલસીટી સોસાયટી,પાંડવાઇ રોડ, કોસબા, સુરત
(૬) ઘનશ્યામભાઇ બાબુભાઇ ઘોરી રહે શ્યામનવિલા રો-હાઉસ, સરથાણા જકાત નાકા,સુરત
(૭) સંજયભાઇ ભૂરાભાઈ ભુવા રહે, મેઘ મલ્હાર, સરથાણા જકાત નાકા,સુરત
(૮) બેંક મેનેજર જી.કે.વસાવા રહે, બચત્રકુટ સોસાયટી, રાજપીપળા , નર્મદા
(૯) વેલ્યઅુર પ્રકાશ લોખંડવાલા રહે સરદાર પટેલ કોમ્લેક્ષ GIDC અંકલેશ્વર, ભરૂચ
(૧૦) વેલ્યુઅર બંકિમ દવે રમણલાલ દવે એન્ડ સન્સ રહે-ચાંચેલર , કૃષિ મંગલ સામે,રીંગ રોડ,સુરત
(૧૧) વકીલ મુકુલ ઠાકોર રહે, પ્રિતમ સોસાયટી-૧, કસક, ભરૂચ