Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને હસ્તે થશે ઉદઘાટન : કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

Share

ભરૂચ ખાતે તા.૧૨ મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ અંદાજે ૪૦૦ કરોડથી વધુ ખર્ચથી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ” નું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરએ કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું. નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, માર્ગ-મકાનના અધિકારી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નવરોઝ મુબારક – ભરૂચ જિલ્લામાં વસતા પારસી પરિવારો દ્વારા પતેતી પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

પાવીજેતપુર તાલુકાના તારાપુર અને ઉમરવા વચ્ચે ઇકો કાર ઝાડ સાથે અથડાતા દંપતિનુ મોત જ્યારે બાળક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

આજરોજ દાહોદ જિલ્લા માં બુનિયાદી પ્રાથમિક શાળા ભોજેલા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮ યોજાવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!