આમોદ ખાતે ગુરૂવારે સાંજે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દરબાર હૉલ ખાતે આયોજિત આમોદ શહેર – તાલુકા કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓએ વિસ્તૃત કારોબારી બેઠકમાં હાજરી આપીને સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. સંવાદ બાદ મીડિયા સમક્ષ નિવેદનમાં તેઓએ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે મહામારી, મંદી અને મોંઘવારીમાં પીસાઈ રહેલ જનતાના આક્રોશને વાચા આપવા જન ચેતના આંદોલનનો પ્રારંભ કરાવ્યો છે. ભાજપ સરકારની અણઘડ નીતિઓને કારણે લોકો બેરોજગાર થઈ રહ્યા છે, મોંઘવારીમાં બેફામ વધારો થઈ રહ્યો છે, શિક્ષણ તથા આરોગ્ય સેવાઓનાં વ્યાપારીકરણ થઈ રહ્યું છે, ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવો આપવામાં આવતા નથી, ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. એવા ગંભીર આક્ષેપો ગુજરાત સરકાર તેમજ કેન્દ્રની મોદી સરકાર પર લગાવ્યા હતા. મોંઘવારી, બેરોજગારી તેમજ પ્રજાલક્ષી સમસ્યાઓને વાચા આપવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવા કાર્યકર્તાઓને હાંકલ કરી હતી.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા યોજાયેલ કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા.
Advertisement