Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ચોરીની બે બાઈક સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાં સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

Share

ગઈ તા. ૦૬/૦૭/૨૦૨૧ ના રોજ મીપકો ચોકડી આનંદ રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલ હીરો પેશન પ્લસ બાઈક GJ-06-CR-1086 કી.રૂ.૧૦, ૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરીને તસ્કર નાસી ભાગ્યો હતો જે અંગે બાઇક ચાલકે ભરૂચ સી ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં ગણતરીના દિવસોમાં સી ડિવીઝન પોલીસે ચોરને શોધી કાઢયો હતો.

ભરૂચ જીલ્લમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા સમગ્ર બનાવમાં એક ઈસમ આ ફરીયાદીના પેશન પ્લસ બાઈક નં- GJ-06-CR-1086 ની ઉઠાંતરી કરી લઈ ગયેલાની હકીકત જાણવા મળેલ જેની તપાસ શરૂ કરતા ગણતરીના દિવસમાં ગેરકાનૂની કામે ચોરીમાં ગયેલ પેશન પ્લસ બાઈક નં- GJ-06-CR-1086 તથા અન્ય એક પેશન પ્લસ બાઈક નં- GJ-16-AB-8704 ની ચોરી કરેલ આરોપી હાજીમ જોસેફ ઇસ્માઈલ સગીર રહે- સગીર ફળીયુ સરનાર ગામ તા.જી ભરૂચ અને બંને મોટરસાયકલ ઝડપી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરામાં ભુરાવાવ ચોકડી પાસે જિલ્લા પંચાયત પ્રમુખ અને પોલીસ પ્રશાસનનાં સહયોગથી નિઃશુલ્ક માસ્ક વિતરણનું અભિયાન યોજાયું.

ProudOfGujarat

શિતલ સર્કલ વિસ્તારમાથી ઈંગલીશ દારૂ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!