Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રજામાં અનેરો ઉત્સાહ : ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટી પાસેથી નીકળતી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના આયોજકો તૈયારીઓમાં…

Share

ભરૂચ જિલ્લામાં આવનારા દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેનો ભરૂચ નગરની પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કહેવાય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે.

ભરૂચની નંદેલાવ પાસે આવેલ આશ્રય સોસાયટીમાંથી ઘણા વર્ષોથી ઉડીયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે જો વહીવટી તંત્ર ઉજવણીની મંજૂરી આપશે તો ઉત્સવની ઉજવણી થશે અને સરકારની કોરોનાની ગાઈડલાઈન અનુસાર તેમ ઉત્કલિકા ઉડીયા એસોશીએશનના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. વૈશ્વિક મહામારી કોરોનાને લઈ રથયાત્રા નીકળશે કે નહીં તેની ચિંતામાં આયોજકોએ હાલ તેની મંજૂરી માટે રજુઆત કરવામાં આવી છે.

હાલ તો ઉડીયા સમાજ દ્વારા કાઢવામાં આવતી રથયાત્રાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, રથને કલર કરવામાં આવી રહ્યો છે, ભગવાન જગન્નાથ મંદિરને પણ રંગરોગાન કરવામાં આવી રહ્યા છે, ઉત્સવની ઉજવણી માટે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે CBSE એ બહાર પાડી ગાઈડલાઈન્સ, જાણો

ProudOfGujarat

વડોદરાના નિવાસી અધિક કલેકટરનું ચૂંટણી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 17 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1396 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!