ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો. ભરૂચ સી.આઈ.ડી. ક્રાઇમે બાયોડિઝલ ભરેલ ટેન્કર સાથે 15.60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો. બાયોડીઝલ એક જ્વલનશીલ પદાર્થ છે અને તેના બ્લાસ્ટ થવાનો ભય ઘણો રહે છે. વેચાણ કરનારા ખુલ્લેઆમ બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે.
મળેલ માહીતી અનુસાર ભરૂચ જિલ્લાની હદ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે પર જ બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે થતા વેપલાનું રેકેટ સામે આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી આજરોજ 15.60 લાખની મત્તાનો બાયોડીઝલ ભરેલ ટેન્કરની ભરૂચ સી.આઈ.ડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સી.આઈ.ડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરતા બાયોડિઝલ પંપ પરનો સંચાલક ફરાર થયો હતો. અગાઉ પણ ઘણા ચાલી રહેલા વેપલાઓ જપ્ત કરવામાં આવ્યા છે પરંતુ વેચાણકર્તાઓને જાણે કોઈનો ડર જ નથી તેમ બેફામ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ વેચી રહ્યા છે.
દિવસ-રાત બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ ચલાવવામાં આવી રહ્યું છે શું તેમને તંત્રનો ભય નથી ? સરકારી તંત્રોને જાણ હોવા છતાં કોઈ વેપલામાં માથું મારી રહ્યું નથી. વેચાણકર્તાઓ દ્વારા તંત્રનું મોં બંધ કરી દેવામાં આવ્યું છે તેવું જણાઈ રહ્યું છે.