ગોલ્ડન બ્રિજની સંમાતર ભરૂચ નજીક નર્મદા નદી પર પૂલ આકાર લઇ રહ્યો છે તેના થાંભલા ઉભા કરવા માટે કસક ગરનાળું કેટલોક સમય વાહન વ્યવહાર માટે બંધ કરવો પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. કસક ગરનાળું બંધ હશે તેવી અટકળો વહેતી થતા રહીશોના જીવ તાલાવે ચોંટી જાય છેએના કારણે ભરૂચ થી ઝાડેશ્વર જતા અને આવતા લોકોને ખાસો એવો ચકરાવો એટલે કે વધુ અંતર કાપવું પડે છે. તો બીજી બાજુ એવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે કે કસક ગરનાળું, ઝાડેશ્વર રોડ, શીતલ સર્કલ તેમજ ગોલ્ડન બ્રિજ જેવા વિસ્તારોમાં કસક ગરનાળું બંધ થતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેનો અનુભવ ભુતકાળમાં સૌને થઇ ગયો છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ અવાર જવર કરવામાં વધુ સમય જતો હોય આગના બનાવ વિકરાળ બને છે તો દર્દીઓની પરિસ્થિતિ વિકટ બની જાય છે.
અત્રે નોંધવું રહ્યું કે અત્યાર સુધી કસક ગરનાળું બે વાર બંધ કરવામાં આવ્યું અને બંને વખત મહિનાઓ સુધી લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.