Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : કરજણ-વાડી સુધીની પાઇપલાઇન યોજનાની કામગીરી ધીમી ગતિએ ચાલતા ખેડુતોમાં નિરાશા.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈ અને પીવાના પાણીની કાયમી સમસ્યાના કારણે ધરતીપુત્રોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે. દ,ગુજરાતના ખેડૂતોની લાંબી લડતના કારણે ગુજરાત સરકાર દ્વારા કરજણ ડેમથી પલસી, ભીતાડા અને મોવીથી છેક વનમંત્રીના વાડી ગામ સુધી પાઇપલાઇન મારફતે સિંચાઈ માટેના પાણી લઇ જવાની કરોડો રૂપિયાની યોજના બનાવવામાં આવી હતી. વહીવટી મંજુરી મળ્યા બાદ તાત્કાલિક ધોરણે જે-તે એજન્સી દ્વારા સર્વે કરીને ખેતરમાં ખોડકામ કરીને પાઇપલાઇન નાંખવાની કામગીરી શરૂ કરાઇ હતી.

જેમાં નેત્રંગ તાલુકાના કેટલાક વિસ્તારમાં એજન્સીના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ખેતરમાં ખોદકામ અને પાઇપલાઇન નાંખવા માટે ખેડુતોને વિશ્વાસમાં લઇને ખોદકામ કરીને પાઇપલાઇન નાંખી દેવામાં આવી હતી. કોન્ટ્રાકટર અને એજન્સીના જવાબદાર લોકો વચ્ચે પાક અને જમીનના વળતર બાબતે માથાકુટ ચાલતી હોવાથો ખેડુતો કામગીરી કરવા દેતા નથી. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે રાજ્ય સરકારના આદેશ મુજબ તમામ ઓક્સિજન ફરજીયાત હોસ્પીટલમાં આપવામાં આવતો હતો. ઓક્સિજનની અછતથી કામગીરી બંધ પડી હતી. રાજ્ય સરકારે જે-તે એજન્સીને કામ સોંપ્યું હતું, પરંતુ તેને પેટા કોન્ટ્રાક્ટમાં કામ સોંપી દેતા કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. પાક અને જમીનના વળતર બાબતે ખેડુતોને રિઝવવા માટે જવાબદાર લોકો ખેડુતો સાથે પાછલા બારણે વાટાઘાટ કરતાં હોવાના અહેવાલ મળ્યા છે. તેવા સંજોગોમાં વનમંત્રી ગણપતભાઇ વસાવા અને સાંસદ મનસુખભાઇ વસાવા કરજણ જળાશય યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરે અને વહેલી તકે કામગીરી પુણઁ થાય તે દિશામાં પ્રયત્નો હાથધરે તેવી લોકમાંગ ઉઠી છે.

કરજણ જળાશય યોજનાની સાથે ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઈ માટેની પાઇપલાઇન યોજનાનું કામ ચાલતું હતું. તે કામગીરી પૂર્ણ થઇ ચુકી છે, અને ખેડુતોને સિંચાઈનું પાણી મળતું થઈ ચુક્યું છે, ઉકાઇ ડેમમાંથી ડેડીયાપાડા, સાગબારા અને સોનગઢ તાલુકાના ગામે-ગામ પીવાનું યોજનાનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે, અને ગરીબ લોકોને પીવાનું પાણી મળતું થઈ ચુક્યું છે. પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકાના લોકો પીવા અને સિંચાઈના પાણી માટે આજદિન સુધી વલખા મારી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગડખોલ પાટિયા પાસે આવેલ ઝૂંપડપટ્ટી દૂર કરવા રેલ્વે તંત્રની અપીલ : લોકો રસ્તા પર આવતા આપ પાર્ટી મદદે આવી.

ProudOfGujarat

ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ મળ્યો, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડિયાની વિદ્યાર્થિની સંક્રમિત

ProudOfGujarat

ભરૂચ : નાંદ ગામમાં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગ્રામજનોએ કલેકટરને રજૂઆત કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!