Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને જિલ્લામાં કામગીરી સુચારૂ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી થાય તે હેતુસર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના અધિકારી અને વિવિધ કામગીરી માટે નિયુક્ત થયેલ નોડલ અધિકારીઓ સાથે બેઠક મળી હતી.

બેઠકમાં કલેક્ટરએ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને નોડલ અધિકારીઓને માઈક્રોપ્લાનિંગથી કામ કરવાની સૂચનાઓ આપી હતી. કોવિડ-૧૯ ના વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તેઓએ કામગીરીનું યોગ્ય અને અસરકારક સંકલન થાય અને જિલ્લામાં આ કામગીરી સુચારૂ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી કામગીરી કરવા પર ખાસ ભાર મૂકયો હતો. નિયુક્ત થયેલ જિલ્લાના અધિકારીઓએ રાજ્યકક્ષાએ નિમાયેલ અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહી તેમના દ્વારા સુપરત કરવામાં આવતી તમામ કામગીરીનો ઝડપથી અમલ કરવાનો રહેશે. રાજ્યકક્ષાએથી મળતી સૂચનાઓ અને તેમના દ્વારા થતી કામગીરી અંગે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક જાણ કરવાની રહેશે.

Advertisement

વિવિધ કામગીરી માટે જે નોડલ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં સ્ટેટ ટાસ્ક ફોર્સ ઓન કોવિડ, હોસ્પિટલ ઈફ્રાસ્ટ્રકચર, ઓક્સિજન સપ્લાય અને PASs, દવા, સાધન સામગ્રી, સીટીસ્કેન, RT-PCR લેબ અને અન્ય ખરીદી, સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને ડીસ્ટ્રીક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ, ડેશબોર્ડ, ૧૦૮ એમ્બ્યુલન્સ, ધન્વંતરી અને સંજીવની રથ, એચ.આર. અને ટ્રેનીંગ, વેક્શિનેશન, ટેલી મેડીસિન, Genome Sequencing, મારૂં ગામ કોરોના મુક્ત ગામ, મારો વોર્ડ કોરોના મુક્ત, વેક્સિનેશનયુક્ત જેવી કામગીરી નોડલ અધિકારીઓએ સુપ્રેરે પાર પાડવાની રહેશે.

આ બેઠકમાં કલેક્ટરએ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આઈ.સી.યુ. દ્વારા પીડીયાટ્રીટ બેડમાં વધારો અને બાળ નિષ્ણાંતમાં વધારો કરવા સાથે સિવિલ હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં આઈ.સી.યુ. અને વેન્ટિલેટર બેડમાં વધારો કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. એસ.આર.પટેલ, વિવિધ કામગીરી માટે નિયુક્ત થયેલ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચમાં કોરોનાગ્રસ્ત પરિવારોને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું…જાણો.

ProudOfGujarat

માંગરોળના TDO ચંદ્રકાંત પઢિયારના કથિત વિડિયો વાયરલ મામલે તાલુકા કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે વિસ્તારમાં બાયોડીઝલના વેપલાનું ખુલ્લેઆમ કાળાબજારી..! જાણ છતાં સરકારી મોટા માથા અજાણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!