Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ‘હાય રે મેનેજમેન્ટ હાય હાય..’ ના નારા સાથે વેલસ્પન કંપનીના કામદારોના પરિવારજનો આંદોલનમાં જોડાયા.

Share

છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા વેલસ્પન કંપનીના 416 જેટલા કામદારોના આંદોલનનું કોઈ નિવારણ ન આવતા ના છૂટકે કામદારોના પરિવારજનો આજરોજ આંદોલનમાં જોડાયા હતા અને કામદારોને સાથ આપ્યો હતો.

વેલસ્પન કંપનીની બહાર 400 જેટલા કામદારો અનશન પર બેઠા છે તેના સમર્થનની અંદર રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદસિહ રણાએ મુલાકાત લીધી હતી. 400 કર્મચારીઓ દ્વારા અનશન કરવા છતાં કંપનીનું જાણે પેટનું પાણી હલતું નથી એ રીતે કોઈ પણ કામગીરી કરી રહ્યા નથી. કામદારો મહેનતપૂર્વક કંપનીમાં કામ કરતા હતા અને તેમની કોઈ કારણોસર અંજાર ખાતે બદલી કરીને તેમણે માનસીક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.

મળેલ માહીતી મુજબ અગાઉ શરૂઆતમાં તા. 23/06/2021 ના રોજ ભરૂચ કલેકટર, એસ. પી, વાગરાના ધારાસભ્યને આવેદનપત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી ત્યારબાદ તા. 28/06/2021 ના રોજ ડિમાન્ડ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ હાલ તા. 30/06/2021 ના રોજ રાજ્ય મુખ્યમંત્રી, શ્રમ આયુક્ત ભરૂચ, નાયબ શ્રમ આયુક્ત વડોદરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઘણી બધી વખત આવેદન પાઠવીને રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા અને મેનેજમેન્ટ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી જેને પગલે મજબૂરીમાં કામદારોના નાનાં-નાનાં ભૂલકાઓ અને બાળાઓ સહિત મહિલાઓ આંદોલનમાં જોડાઈ હતી.

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય દાવ પર લાગ્યા હતા. કામદારોના હપ્તા કપાતા હોવાથી તેઓ ડીપરેશનમાં આવી રહ્યા છે, ખાનગી શાળાઓમાં ભણતા બાળકોને હવે સરકારી શાળાઓમાં ભણવાનો વારો આવી રહ્યો છે. જેથી છેલ્લા 20 દિવસથી થઈ રહેલી હેરાનગતિનું વહેલીતકે નિરાકરણ આવે તે માટે 416 જેટલા કર્મચારીઓ સહિત તેમના પરિવારજનોએ આજરોજ કંપનીની બહાર હોબાળો મચાવ્યો હતો પરંતુ મેનેજમેન્ટનાં પેટનું પાણી હલી રહ્યું નથી તેથી બનતી દરેક કોશીશમાં આજરોજ લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ના મુમતાઝ પાર્ક ખાતે રહેણાંક વિસ્તાર માં ઉભા કરાયેલ મોબાઈલ ટાવર નો વિરોધ સામે આવ્યો છે. મંજૂરી રદ કરવા સ્થાનિક રહીશોએ મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી….

ProudOfGujarat

પી.એમ મોદીની સભામાં લોકોને લાવવા 3000 બસ કરાઈ તૈનાત, અપડાઉન કરતા લોકોને હાલાકી.

ProudOfGujarat

ભરૂચનાં ધારાસભ્યએ સરકારી અનાજનાં ગોડાઉનમાં અનાજ કૌભાંડ બહાર પાડતા ગાંધીનગર પુરવઠા નિગમની ટીમે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!