Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચકલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં સ્થાનિક દ્વારા અપાયેલા નિવેદન મામલે નગરપાલિકા પ્રમુખ સ્થળ મુલાકાતે.

Share

ભરૂચના ચકલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈન બાબતે રાજકારણ ગરમાયુ હતું, આજરોજ જુના ભરૂચમાં લલ્લુભાઈ ચકલાથી જુનાબજાર વિસ્તાર સુધી નાખવામાં આવતી પાણીની પાઇપલાઇનનો લલ્લુભાઈ ચકલા વિસ્તારના આજુબાજુના રહીશો દ્વારા લલ્લુભાઇ ચકલના મુખ્ય રોડ પર ઉભા રહી શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો અને પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. ચકલા પાણીની પાઈપલાઈનમાં સ્થાનિક દ્વારા અપાયેલા નિવેદન મામલે સત્તા પક્ષ એક્સનમાં પાલિકા પ્રમુખે સ્થળ મુલાકત લીધી લોકોની સુખાકારી માટે લાઈન નાંખવામાં આવતી હોવાનું પ્રમુખે જણાવ્યું વહેલી તકે કોઈ પણ અડચણ વિના કામગીરી પુરી કરી દેવાશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

જુના ભરૂચમાં ચુનારવાડ વિસ્તારમાં કેટલાક સમયથી પાણીની સમસ્યા હતી, જેના પગલે નગરપાલિકા દ્વારા લલ્લુભાઇ ચકલાની મુખ્ય લાઈનમાંથી પાણીની પાઇપલાઇન ખેંચવામાં આવી રહી છે. ચકલા વિસ્તારના રહીશના જણાવ્યા અનુસાર લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આમેય પાણી ધીરુ આવે છે.

Advertisement

જો જુના બજારના 25 ઘરોના પાણીની પાઇપલાઇન ખેંચવામાં આવે તો ચકલા વિસ્તારની 7000 જેટલા ઘરોને અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય શકે છે જેને કારણે લલ્લુભાઈ ચકલા વિસ્તારના લોકો એકઠા થઈને શાંતિપૂર્વકનો વિરોધ નોંધાવીને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગણી કરી હતી. જે અંગે નગરપાલિકા પ્રમુખ તાત્કાલિક ધોરણે દોડતા થયા હતા અને સ્થળની મુલાકાત લઈને મામલાને શાંત કર્યો હતો.


Share

Related posts

માંગરોળમાં જન આશીર્વાદ યાત્રાના સ્વાગતની તૈયારી માટે ભાજપ સંગઠનની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝધડીયા : ઉમલ્લા ગામે રાત્રી દરમિયાન બાઈકમાંથી પેટ્રોલની ચોરી થતાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા વિશ્વ સ્વચ્છતા પખવાડીયાનો પ્રારંભ કરાયો : 31 મી જુલાઇ સુધી વિવિધ સ્વચ્છતાના યોજાશે કાર્યક્રમો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!