ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવતા જ હોય છે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ તંત્ર જાણે ઊંઘી જ રહ્યું છે તેમ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે, ભરૂચ જિલ્લા પંચાયતની પાછળના ભાગમાં આવેલ રતન તળાવ મસ્જિદ પાસે કચરાના ઢગ થઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લા પંચાયતની પાછળના ભાગમાં આવેલ રતન તળાવ મસ્જિદ જેવા પવિત્ર ધામની પાસે જ કચરાના ઉકરરડા જોવા મળ્યા હતા, કચરો હવાના લીધે બેફામ ઊડી રહ્યો હતો અને દૂર દૂર સુધી ફેલાઈ રહયો હતો, અને તેની દુર્ગંધ ફેલાતી હોવાથી લોકોને ત્યાથી અવરજવર કરવું મુશ્કેલ બની રહ્યું છે.
જાણે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ સફાઈ કામગીરી કેટલાય સમયથી હાથ ધરવામાં નથી આવી રહી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું હતું, સફાઈ કામદારો દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી જેને કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતાઓ વર્તાઇ રહી છે, અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેને પગલે નગરપાલીકાના સફાઈ વિભાગે પોતાની ઊંઘ ઉડાવીને વહેલીતકે કામગીરી હાથ ધરવી જોઈએ.
ભરૂચ જિલ્લા પંચાયતની પાછળ આવેલ રતન તળાવ મસ્જિદ પાસે કચરાના ઉકરડા : તંત્રના સ્વચ્છ અભિયાનના દ્રશ્યો આવ્યા સામે…!
Advertisement