પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તા.પંચાયતમાં સત્તા હાંસલ કયૉ બાદ પ્રથમવાર નેત્રંગ તાલુકા ભાજપની કારોબારી બેઠકનું આયોજન નેત્રંગના ગાંધીબજાર વિસ્તારમાં આવેલા જલારામ મંદિરના ભવનમાં યોજાઈ હતી. જેમાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચવી જોઈએ, કોરોના મહામારોમાં કેન્દ્ર સરકાર ૮૦ કરોડથી વધુ ગરીબ લોકોને વિનામુલ્યે મફતમાં અનાજ આપવામાં આવે છે, અને રામમંદિર એટલે રાષ્ટ્રમંદિર બનવા બાબતે વિસ્તૄત ચચૉ કરી હતી. ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ સંગઠનને વધુ મજબુત બનાવવા માટે કાયઁકતૉઓને માર્ગદર્શન આપ્યું હતું.
જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકા ભાજપની કારોબારી બેઠકમાં મૌઝા, કંબોડીયા, કાકડકુઇ, મોટા જાંબુડા અને બિલોઠી ગ્રા.પંચાયતના સરપંચે બીટીપી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મૌઝા જી.પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ગીરીશ વસાવા પણ ભાજપમાં જોડાતા ચકચાર મચી જવા પામી હતી. જે દરમ્યાન ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા, જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, મહામંત્રી નિરલભાઇ પટેલ, મૌઝા જી.પંચાયત સભ્ય રાયસિંગ વસાવા, વાલીયા તા.પંચાયત પ્રમુખ સેવંતુભાઇ વસાવા, નેત્રંગ તા.પંચાયત પ્રમુખ લીલાબેન વસાવા, નિશાંત મોદી અને પાર્ટીના પ્રમુખ મનસુખભાઇ વસાવા સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા.