Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઇવેને અડીને આવેલ અમરતપરા ગામ નજીકથી મૃતદેહના ટુકડા કરી કોથળામાં ભરી નિકાલ કરવાનો પ્રયાસ.

Share

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારોમાં હત્યારાઓ બેફામ બન્યા છે ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયારો સાથે ફરી રહ્યા છે, હત્યારાઓને જેને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી તેવું જણાઈ રહ્યું છે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક આવેલ એક ગામના ખુલ્લા ખેતરમાં કોઈ અજાણ્યા ઇસમના શરીરના ટુકડે ટુકડા કરીને તેને એક થેલીમાં બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઇવે પાસે આવેલ અમરતપરા ગામ નજીકના ખેતરમાં એક ઇસમનો મૃતદેહ દયનીય હાલતમાં મળી આવ્યો હતો. ગામવાસીના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યો ઈસમ એક રિક્ષામાં આવીને પ્લાસ્ટિકની થેલીને રીક્ષમાંથી જ ખેતરના ઝાડી ઝાંખરમાં નાંખીને નાસી ગયો હતો. મૃતકની હાલત હત્યારા દ્વારા એટલી દયનીય કરવામાં આવી છે કે વ્યક્તિના બંને હાથ અને બંને પગ કાપીને તેને એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને હત્યારો તેને એક ખેતરમાં ખુલ્લેઆમ જ મૂકી ગયો હતો, ગામના લોકોને શંકા જતાં તેઓએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી, ગામજનોમાં ભયનો માહોલ સર્જાતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી ગયો હતો અને ડેડબોડીને પ્લાસ્ટીકની કોથળીમાંથી બહાર કાઢી હતી, આ મૃતદેહ કોનો છે…? આ વ્યક્તિની આટલી ગંભીર રીતે હત્યા કોણે કરી અને ઘટના સર્જવા પાછડનું તારણ શું..? તે અંગે અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement

રિધ્ધિ પંચાલ, ભરુચ.


Share

Related posts

ખોડલધામ યુવા સમિતિ જંબુસર દ્વારા છીદ્રા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..

ProudOfGujarat

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

ProudOfGujarat

શહેરાના ગ્રામીણ પંથકમા નવરાત્રીની તડામાર તૈયારીઓ શરુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!