Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર બે ફોરવ્હીલ અથડાતા અકસ્માત સર્જાયો : 4 ને પહોંચી ગંભીર ઇજા.

Share

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા રસ્તા પર બોરભાઠા ગામ પાસે આજરોજ વહેલી સવારે તુફાન પીકઅપ વાન અને આઈ 20 કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે 4 જેટલાં લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આજરોજ વહેલી સવારના સમયે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભરૂચથી પાનોલી તરફ કંપનીના કર્મચારીઓને લઈને એક તુફાન પીકઅપ ગાડી જઈ રહી હતી તે સમય દરમિયાન અંકલેશ્વર બોરભાઠા ગામ પાસે અંકલેશ્વર તરફથી આવતી આઇ 20 કાર સાથે તુફાન પીકઅપ ગાડી ગંભીર રીતે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

Advertisement

જેમાં બંને ફોર વ્હીલ ગાડી વચ્ચે અથડામણ સર્જાતા તુફાનમાં બેસેલ 8 જેટલાં વ્યક્તિઓ પૈકી 3 જેટલાં વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આઇ 20 ચાલકને હાથમા ગંભીર ઈજાઓ થવાને કારણે 4 વ્યકિતોને તાત્કાલિક ધોરણે 108 મારફતે નજીકની જયાબેન મોદી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત દરમિયામ સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થળ પર એકઠા થયેલ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

ભરૂચ DGVCL નો વીજ ચોરો સામે સપાટો, વીજ ચોરીમાં 50 લાખ ઉપરાંતનો દંડ કરાયો

ProudOfGujarat

ભરૂચમાં ચોરાયેલ બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

કોરોનાનાં કેસ મામલે સુરત દેશનાં ટોપ ટેન શહેરોમાં સામેલ, સૌથી વધુ 24,118 કેસ સાથે મુંબઈ ટોપ ઉપર, સુરત 1153 કેસ સાથે દસમા નંબરે, અમદાવાદ ત્રીજા ક્રમે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!