ભરૂચ જિલ્લામાં આવનારા દિવસોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં નગરની પ્રજામાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એમ કહેવામા આવે છે કે ભગવાન પણ સમગ્ર ભરૂચના અમુક વિસ્તારોમાં ફરી અને ભરૂચના ભક્તોને દર્શનનો લાભ આપશે જેમાં ભરૂચ નગરના યુવાનોમાં રથયાત્રાને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે આ રથયાત્રા ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથના મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ ભરૂચ નગરના જુદા જુદા વિસ્તારમાં ફરશે, ભરૂચ ખાતે કુલ ત્રણ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, રથયાત્રા દરમિયાન જાંબુ, મગ, સાકર વગેરેનો પ્રસાદ ભાવિક ભક્તોને આપવામાં આવે છે. જેમાં રથયાત્રાના પવિત્ર પ્રસાદથી ભાવિક ભક્તો ધન્યતા અનુભવતા હોય છે.
ભરૂચની આ રથયાત્રા દરમિયાન યુવાનો પોતાના શારીરિક બળથી ભગવાન જગન્નાથના રથને આગળ ધપાવશે. રથયાત્રા જ્યાં જ્યાં પસાર થાય એ તમામ વિસ્તારોના રસ્તા પર સર્વ ધર્મના લોકો ખૂબ લાગણીથી રથયાત્રામાં બિરાજમાન પ્રભુનો લાભ લે છે, પોલીસ બંદોબસ્ત પણ ગાઈડલાઇનનું પાલન થાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.