ફેબ્રુઆરી માસના અંતિમ દિવસનો સમય ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં અચાનક સરેરાશ તાપમાન ઊંચું જવા માંડ્યું છે. હવામાન ખાતાનાં સુત્રો તેમજ મળતી માહિતી પ્રમાણે સરેરાશ ત્રણ ડીગ્રી નાં ધોરણે તાપમાન વધતું જાય છે. એટલું જ નહિ પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ આ જ રીતે વધારો થઇ રહ્યો છે. ભૂતકાળમાં વેધર ડીસ્ટરબન્સ પગલે ઠંડીનો ચમકારો ઝાકળ અને ભેજ ભર્યું વાતાવરણ જણાઈ રહ્યું હતું. પરંતુ આવું વાતાવરણ માત્ર ૨ કે ૩ જ દિવસ રહ્યા બાદ ફરી કાળજાળ ગરમીની શરૂઆત થઇ ચુકી છે મેં માસના દિવસોમાં તાપમાન ૪૨ ડીગ્રી કરતાં વધુ વધે તેવી સંભાવના નકારી શકાતી નથી.
Advertisement