આજરોજ ભરૂચ જિલ્લા રિક્ષા એસોશિએશન દ્વારા ભરૂચ નગરપાલિકા પ્રમુખને નગરપાલિકા હદ વિસ્તારમાં બહાર ગેરકાયદેસર રીતે ફરતી સિટી બસોને તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
ઓટોરિક્ષા એસોશિએશન દ્વારા નગરપાલિકા હદ વિસ્તાર તેમજ સિટી બસ સ્ટેન્ડ સિવાય મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે સીટી બસો ઊભી રાખી પેસેન્જરોનું વહન કરવામાં આવે છે જેને કારણે પોતાની આજીવિકા ઓટોરિક્ષા ચલાવીને વર્ષોથી રોજ કમાઈને ખાનાર અને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવનાર ઓટોરિક્ષા ચાલકો માટે રોજીરોટી ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.
જે બાબતે તાત્કાલિક ધોરણે આ વિષય પર નિર્ણય લેવામાં નહીં આવે તો બે દિવસમાં ભરૂચ જિલ્લાન ઓટોરિક્ષા ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ કરી ગાંધી ચિંધ્યા અહિંસક માર્ગે આંદોલન ચલાવીને વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પ્રમુખ અમિત ચાવડાના જણાવ્યા મુજબ, જેમાં રિક્ષા આસોશિએશન દ્વારા ઘણી માંગણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના હદમાં જ બસોનું વાહન વ્યવહાર થાય, તેની બહાર વાહન વ્યવહાર ન થાય, પરંતુ સરકારી પરિપત્ર મુજબ સમગ્ર ગુજરાતની દરેક નગરપાલિકામાં આવતા 5 કીમીની હદ વિસ્તારમાં પરિવહન યોજના સરકાર દ્વારા આપવામાં આવી છે, જેમાં માંગણી અર્થે યોગ્ય ચર્ચા વિચારણા કર્યા બાદ યોજ નિર્ણય લેવાનું જણાવવામાં આવ્યું હતું.