ગત તા. 30 તારીખનાં રોજ આપના કાર્યકર્તાઓ જૂનાગઢનાં વિસાવદરના લેરિયા ગામે વિસાવદર અને ભેંસાણ પંથકના 50 સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો, પરંતુ આપના નેતાઓ પરના હુમલાને કારણે કાર્યક્રમ રદ કરવો પડયો હતો. ‘આપ’ ના ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ સહિતના નેતા સાંજે લેરિયા પહોંચ્યા ત્યારે તેમની પર હુમલો થયો હતો, જેમાં હરેશ સાવલિયા નામના એક કાર્યકર્તાને ઇજા થઈ હતી. ઇશુદાન, મહેશ સવાણી, પ્રવીણ રામ જે કારમાં હતા એના કાચ પણ તોડાયા હતા.
જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના પર આવનારા સમયમાં કોઈ હિંસક હુમલો ન થાય તે માટે અને પોતાને રક્ષણ મળી રહે તે માટે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે ક્લેકટરને આવેદન પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર છાશવારે હિંસક હુમલાઓ કરવા તે સદંતર અસ્વીકારી છે અને વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ નહિ જેવી રજૂઆતો ભરૂચ આપ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. જેમ ઘટનાઓની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ પાર્ટીના પ્રદેશના નેતાઓને પૂરેપુરી સલમતી આપવામાં આવે તે માટે આવેદન આપવામાં આવ્યું હતું જેથી અગાઉ બનેલ ઘટના ફરીથી સરાઇ નહી.
જો આપની માંગણીઓને ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં નહી આવે તો આવનાર દિવસોમાં આપ પાર્ટી અહિંસાના માર્ગે શાંતિથી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.