બે દિવસ અગાઉ ઇલ્યાસભાઈ બક્ષ દ્વારા સંતોષી વસાહતના સંતોષી માતા મંદિર પાસે ખાનગી ટ્રેડર્સની સામે પડેલા ખાડા અર્થે કરવામાં આવેલ ફરિયાદ બાદ તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા કામગીરી તો હાથ ધરવામાં આવી પરંતુ જ્યારે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે ખાનગી જગ્યાઓ પર મટીરિયલ ઠાલવીને જતાં રહ્યા હતા જે બેદરકારીનો વિડીયો વાઇરલ થયો હતો, જેમાં વિડીયો વાઇરલ કરનાર પર ગતરોજ ખાનગી ટ્રેડર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ખાનગી દુકાનદારે સરકારી કામે આવેલ મટિરિયલ પોતાની જગ્યામાં નખાવ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાનગી ટ્રેડર્સે વિડીયો વાઇરલ કરનાર તેમજ જાગૃત નાગરિક તેમજ સરકારની ખોટી નીતિથી ભ્રષ્ટાચાર અટકાવનાર શખ્સ ઐયુબ બાપુ પર ગતરોજ હીચકારો હુમલો કર્યો હતો, જે જાગૃત નાગરિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો, પોલીસ તંત્ર દ્વારા શું પગલું ભરવામાં આવશે તે જોવું રહ્યું.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, વિડીયો વાઇરલ થતાની સાથે જ સરકારી જમીન પર નંખાવનાર મટિરિયલ અંગે વ્યક્તિએ મારી દુકાનનું નામ કઈ રીતે લીધું તેમ કહીને ખાનગી ટ્રેડર્સના માલીકે વિડીયો બનાવનાર જાગૃત નાગરિક પર ગુસ્સામાં આવીને ક્રોધ વ્યક્ત કર્યો હતો અને તેને માર મારીને ઇજાગ્રસ્ત કર્યો હતો, હવે આ તો વળી કેવો અન્યાય..?
ગેરરીતિ કરનારાએ ભ્રષ્ટાચાર અટકાવનાર શખ્સ પર હુમલો કર્યો આવા તત્વો સામે પોલીસ વર્ગએ કડક પગલાં ભરવા જોઈએ આવી ધમકીઓ અને મારામારી કરવાથી જાગૃત નાગરિકોને કોઈ જાતનું રક્ષણ મળવું અસંભવ છે. આવા ગેરરીતિથી કામ કરનારા લોકોને તંત્રે ડામવા જોઈએ. આજ રીતે જો જાગૃત નાગરિકો પર હુમલાઓ થશે તો દેશમાં જાગૃતિ કેવી રીતે આવશે…? તે ચર્ચાનો વિષય બન્યો છે…ગેરરીતિનું કામ ખાનગી ટ્રેડસે કર્યું અને ભોગ જાગૃત નાગરિક બન્યો આ કયાંનો ન્યાય….?
રિધ્ધિ પંચાલ, ભરૂચ .