ભરૂચ જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં દેશી વિદેશી દારૂ જાણે કે બિંદાસ અંદાજમાં વેચાઇ રહ્યું છે, સવાર પડે ને રોજ નવો બુટલેગર માથું ઉચકતો હોય અને ઝડપાઇ ગયો હોય તેમ સામે આવી રહ્યું છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આખરે ગાંધીના ગુજરાતમાં અને ખાસ કરી ભરૂચના પ્રભારી પ્રદીપ સિંહના જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ એ સમાજને ચિંતામાં મૂકે તેમ છે.
ભરૂચ જિલ્લાના દહેજ જી.આઈ.ડી. સી જોલવા વિસ્તારમાં ખુલ્લેઆમ રીતે વિદેશી દારૂના જ્થ્થાનું વેચાણ થઈ રહ્યું હતું. બુટલેગરને જાણે કોઈનો ભય કે તંત્રનો કોઈ ખોફ ન હોય તેમ બેફામ રીતે દારૂનું વેચાણ કરતો જોવા મળ્યો હતો.
દહેજના જી.આઈ.ડી.સી જોલવા વિસ્તારમાં વિદેશી દારૂના જ્થ્થાના વેચાણમાં દારૂ ખરીદનારાઓની પણ ભીડ જામી હતી જેનો વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ભરૂચ પોલીસ જાણે નીંદરમાં હોય તેમ ચોક્ક્સપણે જણાઈ રહ્યું છે. આવા મોટા મોટા નામચીન બુટલેગરો પાસેથી જાણે હપ્તાઓ લઈને તેમણે સાથ આપતા હોવાનું ચર્ચાઓ થઈ રહી છે જે ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. મહત્વની બાબત એ છે કે ભરૂચ જીલ્લામાં હપ્તા સિસ્ટમ ચાલતી હોવાથી હવે બેફામ બનેલા બુટલેગરોને કોઈનો ભય રહ્યો નથી, તંત્ર વિડીયો વાઇરલ થવા છતાં કોઈ પગલાં લેતી નથી.