ભરૂચ નગરપાલિકાના સુપરવાઈઝરો દ્વારા રસ્તાને લઈને નાના મોટા કામ હાથ ધરવામાં આવે છે, આજરોજ ઇલ્યાસભાઈ બક્ષ દ્વારા સંતોષી માતા મંદિર પાસે બાપુ ટ્રેડર્સની સામે પડેલા ખાડા અર્થે કરવામાં આવેલ ફરિયાદ બાદ તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા કામગીરી તો હાથ ધરવામાં આવી પરંતુ જ્યારે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે ખાનગી જગ્યાઓ પર મટીરિયલ ઠાલવીને જતાં રહે છે અને કામગીરી પૂરેપૂરી બેદરકારી પૂર્વક કરીને નગરપાલિકાને આર્થિક નુકશાન પહોંચાડે છે જે બેદરકારીનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.
આજરોજ સંતોષી વસાહતના સંતોષી માતાનાં મદિર પાસે નગરપાલિકાના સુપરવાઈઝરો સરકારી ટ્રેક્ટરના વાહનમાં રસ્તા અંગેનું મટિરિયલ લઈને ત્યાં પહોંચી તો હતી પરંતુ જાણ થઈ હતી કે તે માર્ગ પર ઘણી જ્ગ્યા પર ખાડા પડ્યા હોય તે ખાડા પૂરવાની સાથે ખાનગી દુકાન સામે મટિરિયલ પાથરી આપ્યું હતું, જેમાં ખાનગી દુકાનદારે સરકારી કામે આવેલ મટિરિયલ પોતાની જગ્યામાં નખાવ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. સરકારી ચોપડે પૂરેપૂરા મટીરિયલનું બીલ દર્શવામાં આવે છે પરંતુ નગરપાલિકાના કર્મચારીઓની ગેરરીતિ અને ઉચ્ચ અધિકારીઓની નિષ્કાળજીના લીધે નગરપાલિકાને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવે છે, આજ રીતે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
આ બનાવમાં કથાકથીત રીતે જાણવા મળયું હતું કે શું ખાનગી દુકાનદાર પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા.? જો લેતીદેતી થઈ હોય તે અંગે તપાસ થવી આવશ્યક બની છે અને ગેરરીતિમાં સાથ આપનાર ખાનગી દુકાનદાર સામે પણ તપાસ હાથ ધરાવી જોઈએ અને ભષ્ટાચાર ફેલાવાતો અટકાવી શકાય..આ માટે જવાબદાર કોણ ? શું ભ્રષ્ટાચાર દૂર કરવા નગરપાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ રસ દાખવશે ખરા ? કે પછી તેમાં પણ ઢીલાસ જોવા મળશે..તેવી ચર્ચા ચાલી રહી છે.
રિધ્ધી પંચાલ, ભરુચ