ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું હતું જે પુરાણ કરવામાં આવ્યું હતું તેની કામગીરી વ્યવસ્થિત રીતે થઇ નથી જેને પગલે ગતરોજ રાત્રીના અંધકારમાં એક યુવક ખાડામાં ગાડી જતા તે પડી ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ભરૂચ નગરપાલિકામાં જાહેર જનતા દ્વારા કેટલાય ધક્કા ખાધા બાદ અને કેટલીય અરજીઓ કર્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ કામગીરી નિભાવવાનો વારો આવે છે ત્યારે કામ ખોટી રીતનું થતું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
ગત રોજ તા.2 જુલાઈના રોજ રાત્રીના આશરે 9 અને 9:30 ની આસપાસ સંતોષી વસાહત પાસે સંતોષી માતાના મંદિર નજીક વળાંકની આગળ બાપુ ટ્રેડર્સની સામેના રોડ ઉપર પડેલ ખાડાના અવ્યવસ્થિત કરેલ પુરાણને કારણે વાહન ચાલાક યુસુફભાઇ ખાડામાં પડી જતા તેઓ ઇજાગ્રસ્ત થયાં હતા અને તેમને હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા. જેમાં આજરોજ ઇલ્યાસભાઈ દાઉદભાઈ બક્ષી દ્વારા નગરપલિકામાં ખોટી રીતે કામગીરી અર્થે લેખિત રજુઆત કર્યા બાદ પાલિકામાં દોડધામ મચી જવા પામી હતી.
નગરપાલિકા પાસે એક રોડ રોલર હોવા છતાં તેનો ઉપયોગ નહીવત રીતે થતો જણાઈ રહ્યું છે. રોડ રોલરની મદદથી રોલિંગ કરીને રોડને વિના અટકળે ઉપયોગ કરી શકે તે રીતનો કરી શકાય છે. રોડ બનાવા માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ તંત્ર જાણે પોતાના ખિસ્સા ભરી રહી હોય અને રોડ અર્થે યોગ્ય કામગીરી ન કરી રહી હોય તેવી વર્તાઇ રહ્યું છે જેથી વાહનચાલકોને પૂરતી સવલતો મળી શકતી નથી.
આવી કામગીરીથી વાહનચાલકોને રાત્રીના સમયે અને સવારના સમયે પણ હેરાનગતિ થતી હોય છે જેમાં આક્રોશમાં આવેલ લોકો દ્વારા નગરપાલિકા અધિકારી સામે પોલીસ ફરિયાદ કરી ગુનો નોંધાય તેવી પ્રબળ શક્યતાઓ ચર્ચાઈ રહી છે.
રિધ્ધી પંચાલ,ભરૂચ.