આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના સવલતના ભાગરૂપે ડી.સી.એમ શ્રીરામ લિમિટેડ કંપની ભરૂચની મદદથી ઓક્સિજન પ્લાનટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોને ઓક્સિજન અને બેડ માટે નાસભાગ કરવી પડી હતી ક્યાંક ઓક્સિજન નહોતો મળી રહેતો તો ક્યાંક પૂરતા બેડની સગવડ ન હતી લોકોએ ઓક્સિજન સિલિન્ડર ન મળવાને કારણે કેટલાય પરિજનોને ગુમાવ્યા હતા. જેમાં કેટલાક બાળકોએ માતાપિતાની છત્રછાયા પણ ગુમાવી પડી હતી.
હાલ ભરૂચમાં પણ કોરોના કેસ ઘટીને એક્ટિવ કેસ 10-12 થવા પામ્યા છે ત્યારે ડી.સી.એમ. શ્રીરામ કંપનીની મદદથી આવનારી ત્રીજી લહેરને પહોંચી વળવા માટે લોકોએ પોતાના પરિજનો ન ગુમાવા પડે તે માટે તૈયારીઓ શરુ કરી દીધી છે જેમાં આજરોજ રાજય કક્ષના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો જેમાં ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ હાજર રહ્યા હતા.
ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે ડી.સી.એમ શ્રીરામ કંપનીની મદદથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોવીડ દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો.
Advertisement