Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની લુંટેરી દુલ્હન : બંગાળી યુવતીએ એક યુવકને લગ્નની લાલચ આપી પડાવ્યા રૂ.13.79 લાખ રૂપિયા…

Share

અંકલેશ્વરમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના યુવકને બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર યુવતી સાથે ઓળખાણ થઈ હતી. લગ્ન કરવા તત્પર યુવકને આ યુવતીએ લગ્નની લાલચ આપીને રૂ. 13.79 લાખ પડાવી લીધા હતા. યુવતીએ લગ્ન કરવાની ના પાડીને રૂપિયા પરત કરવાનો ઇન્કાર કરતાં મામલો શહેર પોલીસ મથકે પહોચ્યો હતો.

ગણતરીના કલાકોમાં અંકલેશ્વર શહેર પોલીસે યુવતીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે આવેલ મકાન નંબર 15, શ્યામધામ સોસાયટીમાં રહેતા અમિતકુમાર બિસનુપદ સામન્ત ઉ.વ. 31 એ લગ્ન માટે બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આ સાઈટ પર તેને સુપ્રિયા તપનકુમાર મજમુદાર રહેવાશી ભટ્ટ નગર, બેલી મ્યુન્સીપાલિટી વેસ્ટ બંગાળ સાથે પરિચય થયો હતો. યુવતીનો ફોટો પસંદ પડતા અમિતકુમારે યુવતી સુપ્રિયા સાથે વાતચીત શરૂ કરી હતી, અને વોટસએપ દ્વારા રસભર વાતચીતનો દોર આગળ વધ્યો હતો. જોકે એકાદ અઠવાડિયાના સમય વીત્યા બાદ યુવતીએ અમિતને તેની માતા બાથરૂમમાં પડી ગઈ છે અને સારવાર માટે રૂપિયા જોઈએ છે, તેમ કહીને પ્રથમવાર રૂપિયા 5000 પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

Advertisement

ત્યારબાદ ઓપરેશન માટે 25000 રૂપિયા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સિલસિલો યથાવત રહ્યો હતો. ચાલાક યુવતીએ અમિત પાસેથી વીમા પ્રીમિયમ, મેડિકલ, ખરીદી અન્ય જરૂરિયાતો સહિત નિત નવા બહાના હેઠળ અંદાજીત કુલ રૂ. 13.79 લાખ પડાવી લીધા હતા. અમિત દ્વારા તેને લગ્ન માટે પુછવામાં આવતા સુપ્રિયાએ બહાના કાઢવાનું શરુ કર્યુ હતુ, પરંતુ સમય જતા અમિતને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણ થતાં તેને અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લુંટેરી દુલ્હન બંગાળી યુવતી સુપ્રિયા મજમુદારની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મોરવા(હડફ) ખાતે સાંસદશ્રી રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

ભરૂચ તાલુકાના વરેડિયા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું મંદિરના પ્રાંગણમાં ભગવાનનું મામેરુ પાથરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!