Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રહસ્યોની માયાજાળ : પત્નીની શંકાસ્પદ હત્યા કર્યા બાદ પતિનો મૃતદેહ ઘર નજીકના તળાવમાંથી મળી આવ્યો.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચની મહાવીરનગર ઝૂંપડપટ્ટીમાં ચારિત્ર્યની શંકાએ વહેમિલા પતિએ પત્નીને માથામાં પાવડો મારી હત્યા કરી દેતા 3 દીકરીઓ નિરાધાર બની ગઈ છે. એ ડિવિઝન પોલીસે પતિ રિફાક્ત સૈયદ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

જેમાં આજરોજ ભરૂચની જે. બી. મોદી પાર્ક નજીક આવેલ મહાવીરનગરમાં પત્નીની હત્યા બાદ પતિનો મૃતદેહ ઘર પાસે જં આવેલ તળાવમાંથી મળી આવ્યો હતો જેને કારણે રહસ્યમાં વધુ એક રહસ્ય સામેલ થયું હતું.

ગતરોજ પત્ની નઝમાની હત્યા તેના પતિ રફાકત અલી સૈયદે કરી હોવાનું ફરિયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા સાથે પત્નીના આડા સંબંધ હોય તેવા વહેમોને કારણે પતિએ હત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું અને તેમાં એ ડીવીઝન પોલીસે ફરાર થયેલ પતિ વિરૂધ્ધ શોધખોળ શરૂ કરી હતી જેમાં તપાસ દરમિયાન આજરોજ સાંજના સમયે એક લાશ નજીકનાં જ તળાવમાં શંકાસ્પદ મળી આવી હતી અને પોલિસ તપાસ બાદ લાશ રફાક્ત અલી સૈયદની હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો જેને પગલે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ઓટો રિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ લૂંટ કરનાર બે ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદ : એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા નિયમોનું ઉલંઘન કરતા લારી ગલ્લાવાળાને દંડ ફટકારાયો

ProudOfGujarat

ચોટીલા ગૌ રક્ષા ટીમની કોરોના કાળ વચ્ચે પ્રસંશનીય કામગીરી : કતલખાને લઇ જવાતી ૯ ગાયો બચાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!