અત્યંત વધી રહેલા પ્રદુષણને અટકવવા માટે દેશમાં ઘણા ઉપાયો થઇ રહ્યા છે જેમાં સૌથી મહત્વનો એક ઉપાય છે તે છે વૃક્ષારોપણ. વૃક્ષારોપણ ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુમા, મોટી મોટી કંપનીઓમાં, શાળાઓમાં, પડતર જમીનમાં વૃક્ષ વાવવામાં આવે છે પરંતુ સાથે તેનું જતન કરવાનો પણ સંકલ્પ કરવામાં આવે છે જેને પગલે વૃક્ષોની સંખ્યામાં તો વધારો થાય જ છે પણ તેની સાથે કુદરતનું સૌંદર્ય પણ વધારી શકાય છે.
ભરૂચ જિલ્લો એક એવો જિલ્લો છે જેમાં ચારેય તરફ કેમિકલ કંપનીઓ આવેલી છે જેથી વૃક્ષઓનું જતન કરવું એ આવશ્યક વસ્તુ છે. જેથી ભરૂચ કલેક્ટરના નિર્દેશન અનુસાર આજરોજ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ કંપની દ્વારા સી.એસ.આર. યોજના હેઠળ અટાલી આશ્રમથી રહિયાદ સુધીના એક કિલોમીટરના વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં પરેશ ચૌધરી એસ.એફ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ભરૂચ. એમ.સનથકુમાર, યુનિટ હેડ, જી. એફ. એલ., નીરજ અગ્નિહોત્રી, યુનિટહેડ જી. એફ. એલ -2, ડો. સુનિલ ભટ્ટ, હેડ એચ આર એડમીન જી. એફ. એલ. સહિત કંપનીના સિનિયર મેનેજમેન્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા.