Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના ટંકારીયા ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દુર કરાયેલા સરપંચ આરીફ પટેલને પુનઃ સરપંચ પદે નિયુક્ત કરાયા…

Share

ટંકારીયા ગ્રામ પંચાયતના સરપંચ આરીફ પટેલને પુનઃ સરપંચ પદે નિયુક્ત કરવા આદેશ આપતા આરીફ પટેલે સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એડવાન્સ કામો બાબતે આરીફ પટેલ વિરુદ્ધ અરજી થતા તેઓને સરપંચ પદેથી બરતરફ કર્યા હતા.

જેનાથી નારાજ થઈ આરીફ પટેલે ગાંધીનગર વિકાસ કમિશનરમાં અપીલ કરતા વિકાસ કમિશનરે આરીફ પટેલની દલીલો ગ્રાહ્ય રાખી જિલ્લા વિકાસ અધિકારીને આરીફ પટેલને પુનઃ સરપંચ પદે નિયુક્ત કરવા આદેશ આપ્યો હતો. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આરીફ પટેલને પુનઃ સરપંચ પદે નિયુક્ત કરવા આદેશ કરતા આરીફ પટેલે ટંકારીયા ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રીની ઉપસ્થિતિમાં પુનઃ ટંકારીયા ગ્રામ પંચાયતનો સરપંચ તરીકે ચાર્જ સંભાળી લીધો છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલનાં બજારોમાં દિવાળીનાં તહેવારને લઇને અવનવા કોડીયાઓનું વેચાણ.

ProudOfGujarat

વડોદરા : કોલીયાદ માર્ગ પરથી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી કરજણ પોલીસ

ProudOfGujarat

બીજા રાઉન્ડની મતગણતરી બાદ દ્રૌપદી મુર્મુ આગળ, યશવંત સિંહાને અત્યાર સુધી માત્ર 537 વોટ મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!