Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એ.આર.ટી. સેન્ટરના કર્મચારીઓના યોગ્ય વળતરની માંગણી પુરી ન થતા પગારનો કર્યો અસ્વીકાર.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એ.આર.ટી. સેન્ટરમાં 12 જેટલાં સભ્યો છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી સંસ્થા ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા. જેમાં હાલ ગુજરાત સ્ટેટસ એઇડસ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના નવા કરાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

જેમાં GSACS કચેરીના અધિકારી દ્વારા કર્મચારીઓના કરાર NACO ની એ.આર.ટી. સેન્ટર માટેની નેશનલ ગાઇડલાઇન અનુસાર એનેક્ષર-7 મુજબ કરાવતા કર્મચારીઓને અહિત કે નુકશાન થાય તેવા મુદ્દાઓ ઉમેરીને કરાર કરવા સાથે GSACS ના અધિકારીને કર્મચારીઓના કરાર NACO ની એ.આર.ટી. સેન્ટરના નેશનલ ગાઇડલાઇનની એચ.આર. પોલિસી અંતર્ગત ઘણીવાર રજુઆત કરવામાં આવી હતી.

જેમાં કોઈ પ્રત્યુત્તર ન આપીને કર્મચારીઓ પર કડક વલણથી કોર્ટ કેસમાંને જોડાયેલ કર્મચારીઓના પગાર અટકાવેલ છે સાથે વર્ષ 2017 થી કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર છેલ્લા એપ્રિલ 2012 થી નિયમ મુમજબ મળતા હતા તે કપાત કરીને વર્ષ 2017 મુજબના પગાર આપવામાં આવી રહ્યા છે તેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

એ. આર. ટી. સેન્ટરના સભ્યોએ નિયમ પ્રમાણે હકની માંગણી કરી હતી પરંતુ તેમના હક આપવાને બદલે કોઈ જાતની જાણ કર્યા વિના તંત્ર દ્વારા પગારમાં કાપ મુકવામાં આવ્યો છે જેમાં એચ. આઈ. વી. ગ્રસ્ત દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્ટાફ દ્વારા કોઈ સ્થગિત ધરણા કે સ્ટ્રાઇક રાખવામાં આવશે નહીં પરંતુ મે મહિનાનો અને આગળનો પગાર વિનંતી પૂર્વક અસ્વીકાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

નડિયાદમાં બાળ કલ્યાણ સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમા ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોના વધ ઘટ બદલી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!