Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને અપાશે પાંચ લાખનું ઇનામ.

Share

હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે.

હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકારે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આશરે બે મહિના અગાઉ મધરાતે 12.30 વાગ્યે આગ ફાટી નીકળતા 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં હતા.

Advertisement

કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં 12 દર્દી વેન્ટિલેટર પર હતા અને 2 દર્દી બાઇપેપ પર હતા. રાત્રે 12.30 વાગ્યે 5 નંબરના બેડ પાસેના વેન્ટિલેટરમાં સ્પાર્ક સાથે આગ ફાટી નીકળી હતી. નાસભાગ વચ્ચે સેનિટાઇઝર ઢોળાઈ જતા આગ પ્રસરી હતી. આગની ઝપેટમાં ડ્યુટી પરની નર્સના પીપીઇ કિટ પણ આવી ગઈ હતી. જેના કારણે 2 નર્સના પણ કરુણ મોત થયાં હતાં. જોતજોતામાં ઘટનાસ્થળે 4 હજાર લોકો ઉમટી આવ્યા હતા. તથા બચાવ અભિયાન શરૂ કર્યું હતું. લોકોએ મળીને તત્કાળ 35 દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

ભરૂચ : ફિલ્મ અભિનેત્રી નિકિતા સોનીનું ફેસબુક પેજ હેક થતાં સનસનાટી ફેલાય.

ProudOfGujarat

માતૃભાષા અભિયાન દ્વારા વિનુ બામણીયાનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન…

ProudOfGujarat

ભરૂચ ના મક્તમપુર ખાતે ની સિદ્ધિ વિનાયક મંદિર પાસે પાર્ક કરેલ વાહનો માંથી ચોરી કરતા હોવાની શંકા એ એક શખ્સ ને સ્થાનિકો એ રંગે હાથ ઝડપી પાડી સી ડિવિઝન પોલીસ ને સોંપ્યો હતો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!