Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને અતુલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કબીરવડ મઢી ખાતે ગરીબ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરાયું.

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને અતુલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કબીરવડ મઢી ખાતે ગરીબ વિધવા બહેનોને ૫૦ થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે તેવામાં અનેક સામાજિક સંસ્થાઓ સહાય પૂરી પાડી તેવોને મદદરૂપ થઈ રહી છે. જે જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહ્યું છે. ત્યારે સામાજીક ફરજના ભાગરૂપે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને અતુલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કબીરવડ મઢી ઘાટ ખાતે વિધવા બહેનોને ૫૦ થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઇદ્રીશ કાઉજી, પૂર્વ પ્રમુખ નિલેશ ટેલર તેમજ અતુલ ફાઉન્ડેશન ગ્રુપના હોદ્દેદારો અને પત્રકાર સંઘના સભ્યો જીતુ રાણા, વિરલ રાણા, ફહામી મોતીવાલા, મુકેશ શર્મા, મધુ જૈન, ઝફર ગડીમલ, સચિન પટેલ, હરેશ પુરોહિત, સાજીદ પટેલ, સીરાજ ભીમ, કેતન રાણા, અમઝદ સૈયદ ઉપસ્થિત રહી સામાજીક સેવાની સરાહનીય કાર્ય કર્યું હતું.

આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઈદ્રીશ કાઉજીએ વધુમાં જણાવ્યું હતું કે પત્રકારત્વની સાથે સાથે આવનાર સમયમાં સમાજ ઉપયોગી અનેક કાર્યો હાથ ધરવામાં આવશે. જેમાં વિવિધ સામાજીક સંસ્થાઓ અને સંઘના તમામ સભ્યોના સાથ-સહકારથી વધુને વધુ કાર્યક્રમો આયોજીત કરતા રહીશું.

Advertisement

Share

Related posts

હાલોલ ખાતે પણ ભવ્ય રથયાત્રા નીકળી…

ProudOfGujarat

પંચમહાલ : સમાન વિજળી દરની માંગ સાથે પ્રતિક આંદોલન પર બેઠેલા ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મુલાકાત કરી.

ProudOfGujarat

ભરૂચ : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા દ્વારા કૌશલ્ય વિકાસ માટે સબજેલના કેદી લાભાર્થીઓ માટે તાલીમનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!