Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર નજીક હાઇવે નંબર 48 પર મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત..!!

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા નબીપુર ગામ નજીક એક અજાણી મહિલાને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર પાસે ઝનોર ચોકડી ઓવરબ્રિજ નીચે 10.30 વાગ્યાના સુમારે સર્વિસ રોડ પર આશરે 45 વર્ષીય મહિલા જઈ રહી હતી.

ત્યારે એક અજાણ્યા વાહને મહિલાને ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. નબીપુર પોલીસને અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબજો મેળવી લાશને વધુ તપાસ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

સુરત : પલસાણા તાલુકાના મલેકપુરમાં નિ:શુલ્ક કૃત્રિમ હાથ પગ બેસાડી આપવા માટે કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં પ્રથમ વખત સ્વાદના શોખીનો માટે રોટરેક્ટ તથા રોટરી ક્લબ દ્વારા ફૂડ ફેસ્ટીવલ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ ના સિતપોણ ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. બસને રોકવામાં આવી હતી-અનિયમિત આવતી બસ ના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!