Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટા : વાલિયા પંથકમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો.

Share

ભરૂચ જિલ્લામાં આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મંગળવારે જિલ્લામાં એક પણ તાલુકામાં દિવસ દરમિયાન વરસાદ નોંધાયો ન હતો. આજરોજ બુધવારે ભરૂચના અંતરિયાળ વિસ્તારોમા વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા.

ભરૂચ અને અંક્લેશ્વર પંથકમા મંગળવારના રોજ રાત્રી દરમિયાન એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો, અને આજરોજ વહેલી સવારથી જ અંક્લેશ્વર તાલુકાના વાલિયા વિસ્તારમા ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના અંતિમ ચરણમાં પણ હજી પુરતો વરસાદ વરસ્યો નથી. પરંતુ આજરોજ વરસેલ વરસાદના પગલે વાતાવરણમા ઠંડક પસરી જવા પામી હતી, ઝાપટા રૂપે પડતો વરસાદ ખેતી કરનારા ખેડુતો માટે આશીર્વાદરૂપ સમાન છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં જર્જરીત અને ભુતીયા ખંડેર માફક ઓરડીઓ ઉભી છે

ProudOfGujarat

ખેલ મહાકુંભ : ખેડાના 73 વર્ષિય વૃદ્ધા સતત બીજા વર્ષે તરણમાં વિજયી થયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!