Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેસીઆઇ ઇન્ડિયાના રાષ્ટ્રિય અધ્યક્ષે ભરૂચની મુલાકાત લીધી.

Share

જેસીઆઇ ઇન્ડિયાના રાષ્ટ્રિય અધ્યક્ષ જેએફપી રાખી જૈન ભરૂચ ખાતે મલ્ટી લોમ મુલાકાતે આવ્યા હતા. હોટલ રીજેન્ટા ખાતે તેમનું જેસીઆઇ ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની આ મુલાકાતમાં જેસીઆઇ ભરૂચના જગદીશ પટેલ, જેસીઆઇ અંકલેશ્વરના હસમુખ ચોવટીયા અને જેસીઆઇ ઝગડીયાના પ્રતિક પટેલ તેમજ જેસીઆઇ હોદ્દેદારો અને મેમ્બરોએ ભાગ લીધો હતો.

જેસીઆઇ ભરૂચના પ્રમુખ જગદીશ પટેલ અને તેમની ટીમ દ્વારા રાષ્ટ્રિય પ્રમુખની મુલાકાતના કાર્યક્રમનું હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રિય અધ્યક્ષ સાથે ઝોન-૮ ના પ્રમુખ જેસી ડો.દર્શન મરજાદી, ટુર કો-ઓર્ડિનેટર જેસી હુસેનભાઈ અને જેસી મયુરિકા રાજપૂત પણ મુલાકાતે આવ્યા હતા.જેસીઆઈના વિવિધ કાર્યકમો જેવાકે મેગા સેપલીંગ(છોડ) મફત વિતરણ, ઓનલાઇન ચેસ ટુર્નામેન્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ વગેરેનું ઉદધાટન રાષ્ટ્રિય પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રિય પ્રમુખની આ મુલાકાતથી સંસ્થાના સભ્યોમાં સામાજીક કાર્યો કરવાનો ઉત્સાહ વધ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાણખનીજ વિભાગનો સપાટો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની અમદાવાદના સરખેજ પોલીસ મથકથી ટ્રાંસફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં આયોજનબદ્ધ રીતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!